Monday, October 31, 2016
શ્રી ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ ના બ્લોગ માં આપ સૌ નું સ્વાગત છે.......
પ્રિય
ચોર્યાસી મેવાડા જ્ઞાતિજન,
સાદર નમસ્કાર !
શ્રી એકલિંગજી ની અસીમ કૃપા
અને આશીર્વાદ થી, આપણી જ્ઞાતિ
ના આ બ્લોગ માં
આપ સૌ નું હું
અર્જુન પાધ્યા સ્વાગત કરું
છું. આપ સૌ ને
સુવિદિત છે જ કે
આપણે સૌ whatsapp ના માધ્યમ થી
એક બીજા સાથે જોડાયેલા
જ છિએ. પરંતુ માત્ર
એક લિંક દ્વારા ઘણી
માહિતી સમગ્ર ન્યાત સુધી
પહોંચાડી શકાય તે માટે
આ બ્લોગ બનાવવામાં આવેલ
છે.
Shri Ekligji |
શ્રી દેવાંગભાઈ વૈદ્ય જોડે આ
બાબતે ઘણા સમય થી
ચર્ચા ઓ ચાલતી જ
હતી, પરંતુ રોજબરોજ ના
કામો અને અન્ય રોકાણો
ને કારણે આ શક્ય
બન્યું ન હતું, જે
આ વર્ષે નવા વર્ષ
ના શુભ પર્વે શક્ય
બન્યું છે.
ચોર્યાસી
મેવાડા જ્ઞાતિ ના મોભીઓ
સર્વશ્રી હેમંતભાઈ વૈદ્ય ( પ્રમૂખશ્રી ), શ્રી નીતિનભાઈ પાધ્યા
( ઉપ પ્રમૂખશ્રી ), શ્રી દેવાંગભાઈ વૈદ્ય
( સેક્રેટરી શ્રી ) અને શ્રી
રશ્મિભાઈ વૈદ્ય ( ટ્રેઝરર શ્રી ) ના ટેકા
અને શ્રી એકલિંગજી ના
આશિષ થી આપણે સહુ
એક નવા માધ્યમ થી
આ શુભ દિવસે જોડાઈ
રહ્યા છીએ તેનો અત્યંત
આનંદ છે.
આ બ્લોગ પર, ન્યાત
ને લગતી માહિતીઓ મુકવા
ની શરૂઆત ટૂંક સમય
માં થશે. આ બ્લોગ
ઉપર માહિતી મુકવા રાબેતા
મુજબ શ્રી દેવાંગભાઈ નો
સંપર્ક કરવો અથવા તો
મારો સંપર્ક કરવો
ફરી એક વાર,
દિવાળી
ની અને નવા વર્ષ
ની શુભ કામનાઓ સહ ......
અર્જુન (
હિમાંશુ ) પાધ્યા
Diwali 2016
Subscribe to:
Posts (Atom)