Monday, October 31, 2016

શ્રી ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ ના બ્લોગ માં આપ સૌ નું સ્વાગત છે.......

પ્રિય ચોર્યાસી મેવાડા જ્ઞાતિજન,

સાદર નમસ્કાર !

શ્રી એકલિંગજી ની અસીમ કૃપા અને આશીર્વાદ થી, આપણી જ્ઞાતિ ના બ્લોગ માં આપ સૌ નું હું અર્જુન પાધ્યા સ્વાગત કરું છું. આપ સૌ ને સુવિદિત છે કે આપણે સૌ whatsapp ના માધ્યમ થી એક બીજા સાથે જોડાયેલા છિએ. પરંતુ માત્ર એક લિંક દ્વારા ઘણી માહિતી સમગ્ર ન્યાત સુધી પહોંચાડી શકાય તે માટે બ્લોગ બનાવવામાં આવેલ છે.

Shri Ekligji


શ્રી દેવાંગભાઈ વૈદ્ય જોડે બાબતે ઘણા સમય થી ચર્ચા ચાલતી હતી, પરંતુ રોજબરોજ ના કામો અને અન્ય રોકાણો ને કારણે શક્ય બન્યું હતું, જે વર્ષે નવા વર્ષ ના શુભ પર્વે શક્ય બન્યું છે.

ચોર્યાસી મેવાડા જ્ઞાતિ ના મોભીઓ સર્વશ્રી હેમંતભાઈ વૈદ્ય ( પ્રમૂખશ્રી ), શ્રી નીતિનભાઈ પાધ્યા ( ઉપ પ્રમૂખશ્રી ), શ્રી દેવાંગભાઈ વૈદ્ય ( સેક્રેટરી શ્રી ) અને શ્રી  રશ્મિભાઈ વૈદ્ય ( ટ્રેઝરર શ્રી ) ના ટેકા અને શ્રી એકલિંગજી ના આશિષ થી આપણે સહુ એક નવા માધ્યમ થી શુભ દિવસે જોડાઈ રહ્યા છીએ તેનો અત્યંત આનંદ છે.

બ્લોગ પર, ન્યાત ને લગતી માહિતીઓ મુકવા ની શરૂઆત ટૂંક સમય માં થશે. બ્લોગ ઉપર માહિતી મુકવા રાબેતા  મુજબ શ્રી દેવાંગભાઈ નો સંપર્ક કરવો અથવા તો મારો સંપર્ક કરવો

ફરી એક વાર,

દિવાળી ની અને નવા વર્ષ ની શુભ કામનાઓ સહ ......



અર્જુન ( હિમાંશુપાધ્યા 
Diwali 2016

1 comment:

  1. 💕 *Happy*
    *New*
    *Year* 💕

    And Prosperous New Year....
    Stay Happy, Healthy, and Wealthy Always....
    To all my choryasi mevada Brahmin family Nice initiative

    ReplyDelete